2 ઓક્ટોબર - મહાત્મા ગાંધી જયંતી વિશે માહિતી

2 ઓક્ટોબર - મહાત્મા ગાંધી જયંતી. મહાત્મા ગાંધી વિશે ટૂંકમાં રસપ્રદ માહિતી.


મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા તરીકે જાણીતા છે.મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ  ગુજરાતના પોરબંદરમાં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. અહીં ગાંધીજી વિશે ટૂંકમાં માહિતી રજુ કરવામાં આવી છે જે તમને જરૂર ગમશે.


મહાત્મા ગાંધીજી
મહાત્મા ગાંધી


💢 આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી 


પુરું નામ:મોહનદાસ કરમચંદ ગાંધી હતું.

ગાંધીજીનો  જન્મ તા : 02/10/1869

જન્મ સ્થળ : પોરબંદર  ગુજરાત રાજ્ય

માતાનું નામ : પુતળીબાઈ હતું.

પત્નીનું નામ : કસ્તુરબા હતું.

ગાંધીજીના લગ્ન તેર વર્ષની ઉંમરે થયા હતા.

પ્રાથમિક શિક્ષણ રાજકોટ ગામડાની શાળામાં લીધું.

ભાવનગર શામળદાસમાં  કોલેજ શિક્ષણ લીધું.

ધાર્મિક ગુરુ : શ્રીમદ્દ રાજચંદ્ર હતા.

રાજકિય ગુરુ:ગોપાલકૃષ્ણ ગોખલે હતા.

અંગત સચિવ :મહાદેવભાઈ દેસાઈ હતા.

➡1917-માં હરિજન આશ્રમની સ્થાપના કરી

ગાંધીજી હરિજન આશ્રમમાં 13- વર્ષ રહ્યાં.

રાજા હરિશ્ચન્દ્રનાં નાટક પરથી સત્યવ્રત લીધું.

ધર્મ પુસ્તક 'ગીતા' આધારિત જીવન જીવતા.

ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીયશાયર બિરુદ આપ્યું

ગાંધીજીએ 'ચંપારણમાં' પ્રથમ સત્યાગ્રહ કર્યો.

બાપુએ મજુર મહાજન સંઘની સ્થાપના કરી.

દેશની આઝાદીમાં મોટી અહિંસક લડત આપી

સત્યના પ્રયોગો એ હસ્તલિખિત પુસ્તક હતું.

ગાંધીજી  હંમેશા સોમવારે 'મૌનવ્રત' રાખતા.

ગાંધીજી 1893માં દક્ષિણ આફ્રિકા ગયાં હતા.

➡385 કિ.મી.ચાલીને 'દાંડીકૂચ' સત્યાગ્રહ કર્યો

ગાંધીજી 'ગંદકીને' દેશનો રાષ્ટ્રીય રોગ માનતા.

ગાંધીજી હંમેશા સફેદ ખાદીના વસ્ત્રો પહેરતા.

અમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી.

વૈષ્વજનતો તેને રે કહીએ...પ્રિય ભજન હતું

રઘુપતિ રાઘવ રાજા રામ...એ પ્રિય ધૂન હતી.

ગાંધીજી હંમેશા કેડે એલાર્મ ઘડિયાળ રાખતા.

ગાંધીજીને ચાર પુત્રો હતા.

1. હરીલાલ

2. મણિલાલ

3. રામદાસ

4. દેવદાસ

અવસાન તા-30/01/1948માં દિલ્હીમાં થયું.

➡"નથુરામ ગોડસે - ગોળી મારીને હત્યા કરી હતી.

ગાંધીજીનું જન્મ સ્થળ 'કીર્તિમંદિર' તરીકે ઓળખાય છે.

બાપુની સમાધિ ' રાજઘાટ ' તરીકે ઓળખાય છે.


💢 મહાત્મા ગાંધીજીના અગિયાર મહાવ્રત (જીવનમંત્રો)


સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું;

બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ન અભડાવું.

અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવા;

એ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવાં.


(1) સત્ય : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.

(2) અહિંસા : કોઈને જરા પણ દુઃખ ન આપવું.

(3) ચોરી ન કરવી : કોઈ કામ જૂઠુ ન કરવું.

(4) અપરિગ્રહ : વગર જોઈતું સંઘરવું નહીં.

(5) બ્રહ્મચર્ય : મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું.

(6) સ્વાવલંબન : પોતાનાં બધાં કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું.

(7) અસ્પૃશ્યતા : જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં.

(8) અભય : નીડર રહેવું, નીડર બનવું.

(9) સ્વદેશી : દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.

(10) સ્વાર્થ ત્યાગ : કોઈ કામ કે સેવા પોતાના અંગત સ્વાર્થ માટે ન કરવી. સ્વાર્થ છોડીને જ જીવવું.

(11) સર્વધર્મ સમાનતા : જગતના બધા જ ધર્મો સમાન ગણવા અને બધા જ ધર્મને સન્માન આપવું.


💢 ગાંધીજીએ કરેલા આંદોલન


  • ચંપારણ સત્યાગ્રહ  :- 1917
  • ખેડા સત્યાગ્રહ :- 1918
  • ખિલાફત આંદોલન :- 1919
  • રોલેટ સત્યાગ્રહ :- 1919
  • અસહકાર આંદોલન :- 1920-22
  • બારડોલી સત્યાગ્રહ :- 1928
  • મીઠાનો સત્યાગ્રહ (દાંડીકૂચ) :- 1930
  • ભારત છોડો :- 1942


💢 ગાંધીજીના આશ્રમો

 

  • ફિનિક્સ (ડર્બન)
  • ટોલ્સટોય ફાર્મ (દક્ષિણ આફ્રિકા)
  • કોચરબ આશ્રમ (અમદાવાદ)
  • સાબરમતી આશ્રમ (અમદાવાદ)
  • સેવાગ્રામ આશ્રમ (વર્ધા)


💢 ગાંધીજીને મળેલ ઉપનામ


  • મહાત્મા :- રવીન્દ્રનાથ ટાગોર
  • રાષ્ટ્રપિતા  :- સુભાષચંદ્ર બોઝ
  • વનમેન બાઉન્ડ્રી  :- માઉન્ટ બેટન
  • બાપુ :- ઝવેરચંદ મેઘાણી
  • અર્ધનગ્ન ફકિર :- ચર્ચિલ

 

💢 ગાંધીજીએ આપેલ ઉપનામ

 

  • રવીન્દ્રનાથ ટાગોર :- ગુરુવર
  • કાકા સાહેબ કાલેલકર  :- સવાઈ ગુજરાતી
  • રવિશંકર મહારાજ  :- મૂકસેવક
  • એમ.એસ. ગોવલેકર :- બંગબંધુ
  • મોહનલાલ પંડ્યા  :- ડુંગળીચોર
  • ચિત્તરંજન દાસ :- દેશબંધુ
  • મેડલીન સ્લેડ :- મીરાંબાઈ
  • સુભાષચંદ્ર બોઝ  :- નેતાજી
  • સી.એફ.એન્ડ્રુઝ :- દીનબંધુ
  • ઝવેરચંદ મેઘાણી  :- રાષ્ટ્રીય શાયર
  • મહમ્મદ અલી ઝીણા  :- કાયદે આઝમ

 ફેસબુકમાં અમારી સાથે જોડાઓ

આ ઉપયોગી માહિતી કેવી લાગી ? કોમેન્ટમાં જણાવજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. ધન્યવાદ.


Post a Comment (0)
Previous Post Next Post
ઉપયોગી માહિતી મેળવવા ગ્રુપ જોઇન કરો
વોટ્સપ ગ્રુપમાં જોડાવા અહિં ક્લિક કરો.